ડાંગ જિલ્લા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં ગૃહપતિ અને કલાર્કની ભરતી

ડાંગ જિલ્લા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં ગૃહપતિ અને કલાર્ક ભરતી ૨૦૨૬

સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકની ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી, ગાંધીનગર સંચાલિત ડાંગ જિલ્લા સ્થિત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલોમાં ગૃહપતિ અને કલાર્ક માટે તદ્દન હંગામી ધોરણે ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

ખાલી જગ્યાઓની વિગત (Vacancy Details)

ક્રમ વિષય / હોદ્દો શૈક્ષણિક લાયકાત કુલ જગ્યાઓ
ગૃહપતિ ગ્રેજ્યુએટ (Graduate)
કલાર્ક ગ્રેજ્યુએટ (Graduate)

અરજી મોકલવાનું સરનામું (Address)

પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી, આહવા- ડાંગ, પીન-૩૯૪૭૧૦.

મહત્વની સૂચનાઓ અને નિયમો (Important Instructions)

  • અરજી કરવાની તારીખ: ૧૦/૦૮/૨૦૨૬ થી ૧૮/૦૮/૨૦૨૬ સુધીમાં ટપાલ અથવા રૂબરૂમાં ઉપર જણાવેલ સરનામે પહોંચાડી દેવાની રહેશે.
  • આ તદ્દન હંગામી અને કરાર આધારિત નિમણૂંક છે, જેમાં કાયમી કર્મચારી અંગેના કોઈ પણ લાભ ઉમેદવારને મળવાપાત્ર થશે નહિ.
  • કરારની મુદત એપ્રિલ-૨૭ અથવા ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર દ્વારા નિમણૂંક થતા કરાર પૂર્ણ થશે.
  • તમામ જગ્યાઓ માટે ફ્રેશ ઉમેદવાર પણ અરજી કરી શકશે પરંતુ અનુભવી ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે.
  • મહેનતાણું ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર દ્વારા નક્કી કરેલ નિયમ મુજબ ચુકવવામાં આવશે.
  • ઇચ્છુક ઉમેદવારોએ પોતાના સ્વહસ્તાક્ષરે નામ, સરનામું, સંપર્ક નંબર તેમજ વૈકલ્પિક સંપર્ક વગેરે વિગતો સહ જરૂરી તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલો સામેલ કરવી.
  • તમામ ખરાઈ કરેલ પ્રમાણપત્ર અરજી સાથે મોકલવાના રહેશે અને અરજી કવર પર જગ્યાનું નામ અવશ્ય લખવું.
  • લાયક ઉમેદવારને રૂબરૂ મુલાકાત માટે તારીખ, સમય અને સ્થળ ટેલિફોનિક / ઇ-મેઇલ / SMS દ્વારા જાણ કરવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક્સ (Important Links)

ડિસ્ક્લેમર (Disclaimer): આ માહિતી માત્ર ઉમેદવારોની જાણકારી માટે છે. અરજી કરતા પહેલાં સત્તાવાર નોટિફિકેશન અને સરકારી નિયમો ધ્યાનપૂર્વક વાંચી લેવા વિનંતી. અમે કોઈપણ પ્રકારની ભૂલ કે ફેરફાર માટે જવાબદાર રહેશે નહીં.