જાહેરાત ક્રમાંક: ૪૫૫/૨૦૨૬૨૭
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
સેનેટરી ઈન્સપેક્ટર, વર્ગ-૩ સીધી ભરતી ૨૦૨૬
૧. શૈક્ષણિક લાયકાત (Education Qualification)
- ધોરણ ૧૨ (HSC) પાસ અથવા સરકાર માન્ય તેને સમકક્ષ લાયકાત [ચોક્કસ ITI (NCVT/GCVT) અથવા ૩ વર્ષનો ડિપ્લોમા કોર્સ].
- સરકાર માન્ય સંસ્થા અથવા ITI માંથી ઓછામાં ઓછો ૧ વર્ષનો Health Sanitary Inspector’s Diploma / Certificate Course.
- કોમ્પ્યુટર વપરાશનું બેઝિક જ્ઞાન.
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન.
૨. વયમર્યાદા (Age Limit)
તા. ૩૧/૦૮/૨૦૨૬ ના રોજ ઉમેદવારની ઉંમર ૧૮ થી ૩૩ વર્ષ ની વચ્ચે હોવી જોઈએ.
કેટેગરી મુજબ વયમર્યાદામાં છૂટછાટ:
| કેટેગરી | છૂટછાટ | મહત્તમ વયમર્યાદા |
|---|---|---|
| સામાન્ય કેટેગરી (મહિલા) | ૫ વર્ષ | ૩૮ વર્ષ |
| અનામત કેટેગરી (પુરુષ) | ૫ વર્ષ | ૩૮ વર્ષ |
| અનામત કેટેગરી (મહિલા) | ૧૦ વર્ષ | ૪૩ વર્ષ |
| દિવ્યાંગ ઉમેદવારો (સામાન્ય) | ૧૦ થી ૧૫ વર્ષ | ૪૩ થી ૪૫ વર્ષ |
| દિવ્યાંગ ઉમેદવારો (અનામત) | ૧૫ થી ૨૦ વર્ષ | ૪૫ વર્ષ સુધી |
| માજી સૈનિક (Ex-Servicemen) | બજાવેલ ફરજના સમયગાળા ઉપરાંત ૩ વર્ષની છૂટછાટ. | |
૩. જગ્યાઓની કુલ વિગત (Category Wise Vacancies)
| સંવર્ગનું નામ | કુલ જગ્યાઓ | કક્ષાવાર જગ્યાઓ (જનરલ/પુરુષ) | મહિલાઓ માટે અનામત જગ્યાઓ | અન્ય અનામત | |||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| Gen | EWS | SC | ST | SEBC | Gen | EWS | SC | ST | SEBC | PH | Ex-Ser. | ||
| સેનેટરી ઈન્સપેક્ટર, વર્ગ-૩ | ૨૨ | ૧૦ | ૦૨ | ૦૧ | ૦૩ | ૦૬ | ૦૩ | ૦૦ | ૦૦ | ૦૦ | ૦૧ | ૦૦ | ૦૨ |
૪. પગારધોરણ (Pay Scale)
- પ્રથમ ૫ વર્ષ માટે પ્રતિ માસ રૂ. ૨૬,૦૦૦/- ના ફિક્સ પગારથી નિમણૂંક આપવામાં આવશે.
- ૫ વર્ષની સંતોષકારક સેવાઓ બાદ સાતમા પગારપંચ મુજબ રૂ. ૨૫,૫૦૦/- થી રૂ. ૮૧,૧૦૦/- (પે-લેવલ-૪) ના પગારધોરણમાં નિયમિત કરવામાં આવશે.
૫. પરીક્ષા ફી (Examination Fee)
| કેટેગરી | પરીક્ષા ફી | રિફંડ નીતિ |
|---|---|---|
| બિનઅનામત (General) વર્ગ | રૂ. ૫૦૦/- | પરીક્ષામાં ઉપસ્થિત રહેનારને ફી પરત મળશે. |
| અનામત વર્ગ (મહિલા, SC, ST, SEBC, EWS, PH, Ex-Servicemen) | રૂ. ૪૦૦/- | પરીક્ષામાં ઉપસ્થિત રહેનારને ફી પરત મળશે. |
* ફી ઓનલાઈન (Debit/Credit Card, Net Banking, UPI) માધ્યમથી OJAS પોર્ટલ પર ભરવાની રહેશે.
૬. અગત્યની સૂચનાઓ (Important Notes)
- અરજી કરવાનો સમયગાળો: તા. ૧૭/૦૮/૨૦૨૬ થી તા. ૩૧/૦૮/૨૦૨૬ (રાત્રે ૧૧:૫૯ સુધી) સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.
- SEBC કેટેગરી: નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪/૨૦૨૪-૨૫/૨૦૨૫-૨૬ ની આવક આધારિત તા. ૦૧/૦૪/૨૦૨૪ થી તા. ૩૧/૦૮/૨૦૨૬ વચ્ચે મેળવેલું પરિશિષ્ટ-૪ મુજબનું નોન-ક્રીમીલેયર સર્ટી રજૂ કરવાનું રહેશે. પરિણીત મહિલા ઉમેદવારે પિતાની આવક પર આધારિત સર્ટી રજૂ કરવું.
- EWS કેટેગરી: તા. ૦૧/૦૬/૨૦૨૩ થી તા. ૩૧/૦૮/૨૦૨૬ સુધીમાં મેળવેલ ઈ.ડબલ્યુ.એસ. પ્રમાણપત્ર અથવા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના આધારે તા. ૦૧/૦૪/૨૦૨૫ થી ૩૧/૦૮/૨૦૨૬ સુધી મેળવેલ Income & Asset Certificate ગ્રાહ્ય રાખવામાં આવશે.
- કોઈ પણ માહિતી કે માર્ગદર્શન માટે મંડળની કચેરીના ફોન નંબર: ૦૭૯-૨૩૨૫૮૯૧૬ પર સંપર્ક કરવો.
Disclaimer (ડિસ્ક્લેમર): આ માહિતી માત્ર ઉમેદવારોની જાણકારી અને સરળતા માટે બ્લોગ પર આપવામાં આવી છે. ભરતી અંગેની કોઈપણ માહિતીમાં ફેરફાર અથવા વિગતવાર વિગતો માટે ઉમેદવારોએ હંમેશા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ની સત્તાવાર વેબસાઈટ (gsssb.gujarat.gov.in) અથવા OJAS પોર્ટલ (ojas.gujarat.gov.in) પર આપેલ મૂળ જાહેરાત ચકાસી લેવી.