BHEL Apprentice Recruitment 2026
ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL)
૩૮૦ ITI ટ્રેડ એપ્રેન્ટિસશીપ પદો માટે ભરતી
૧. ભરતીની સંક્ષિપ્ત વિગત
૧૦મું ધોરણ પાસ કર્યા પછી ITI પૂર્ણ કરનારા ઉમેદવારો માટે કારકિર્દીની ઉત્તમ તક છે. ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL), તિરુચિરાપલ્લી દ્વારા ૩૮૦ એપ્રેન્ટિસશીપ પદો માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ૧૨ મહિનાના તાલીમ સમયગાળા દરમિયાન ઉમેદવારોને મૂલ્યવાન અનુભવ તેમજ ખોરાક અને રહેવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.
૨. શૈક્ષણિક લાયકાત (Education Qualification)
- સૌપ્રથમ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ ૧૦મું (હાઇ સ્કૂલ) પાસ કરેલું હોવું જોઈએ.
- NCVT / SCVT માંથી ફૂલ-ટાઇમ ITI કોર્સ પૂર્ણ કરેલો હોવો જોઈએ.
- નોંધ: વેલ્ડર ટ્રેડ માટે ફક્ત NCVT નું ટ્રેડ સર્ટિફિકેટ માન્ય ગણાશે.
૩. વયમર્યાદા (Age Limit)
વય મર્યાદાની ગણતરી ૧ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ કરવામાં આવશે:
- સામાન્ય વર્ગ (General): ૧૮ થી ૨૭ વર્ષ.
- SC / ST ઉમેદવારો: ૫ વર્ષની છૂટછાટ (મહત્તમ ૩૨ વર્ષ).
- OBC (NCL) ઉમેદવારો: ૩ વર્ષની છૂટછાટ (મહત્તમ ૩૦ વર્ષ).
- PwBD (દિવ્યાંગ) ઉમેદવારો: ૧૦ વર્ષની છૂટછાટ (મહત્તમ ૩૭ વર્ષ).
૪. જગ્યાઓ અને સ્ટાઈપેન્ડની વિગત (Trade-Wise Vacancies & Stipend)
| ટ્રેડનું નામ | કુલ જગ્યાઓ | દર મહિને મળવાપાત્ર સ્ટાઈપેન્ડ |
|---|---|---|
| ફિટર (Fitter) | ૧૨૫ | ₹ ૧૧,૦૪૦/- |
| વેલ્ડર (Welder) | ૧૧૫ | ₹ ૧૦,૫૬૦/- |
| ઈલેક્ટ્રિશિયન (Electrician) | ૩૦ | ₹ ૧૧,૦૪૦/- |
| ટર્નર (Turner) | ૨૦ | ₹ ૧૧,૦૪૦/- |
| મિકેનિસ્ટ (Machinist) | ૨૦ | ₹ ૧૧,૦૪૦/- |
| ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક (Instrument Mechanic) | ૧૨ | ₹ ૧૧,૦૪૦/- |
| મિકેનિક આર એન્ડ એસી (Mechanic R&AC) | ૬ | ₹ ૧૧,૦૪૦/- |
| COPA (Computer Operator & Programming Assistant) | ૪૫ | ₹ ૧૦,૫૬૦/- |
| કુલ જગ્યાઓ | ૩૮૦ | - |
૫. પસંદગી પ્રક્રિયા (Selection Process)
- આ ભરતીમાં કોઈ લેખિત પરીક્ષા નથી.
- ઉમેદવારોની પસંદગી મેળવેલ લાયકાતના ગુણ (મેરિટ) ના આધારે કરવામાં આવશે.
- ટાઈ થવાના કિસ્સામાં વધુ ઉંમર ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
- અગાઉ એપ્રેન્ટિસશીપ પૂર્ણ કરનાર કે હાલ તાલીમ લઈ રહેલા ઉમેદવારો અરજી કરી શકશે નહીં.
૬. અરજી કેમ કરવી? (How to Apply)
- સૌપ્રથમ RDSE (NAPS) પોર્ટલ (www.apprenticeshipindia.gov.in) પર રજિસ્ટ્રેશન કરવું.
- ત્યારબાદ BHEL ત્રિચી પોર્ટલ (trichy.bhel.com) પર રજિસ્ટ્રેશન નંબર અને અન્ય વિગતો દાખલ કરીને ફોમ ભરવું.
- જરૂરી દસ્તાવેજો: પાસપોર્ટ સાઇઝ ફોટો, સહી, ૧૦માની માર્કશીટ, ITI સર્ટિફિકેટ, જાતિનું પ્રમાણપત્ર અને અન્ય ઓળખ આધાર.
અરજી કરવાની છેલ્લી તારીખ: ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૬
Disclaimer (ડિસ્ક્લેમર): આ માહિતી માત્ર ઉમેદવારોની જાણકારી અને સરળતા માટે આપવામાં આવી છે. અરજી કરતા પહેલા ઉમેદવારોએ BHEL ની સત્તાવાર વેબસાઈટ (trichy.bhel.com) અથવા NAPS પોર્ટલ (apprenticeshipindia.gov.in) પર પ્રસિદ્ધ કરાયેલ સત્તાવાર વિગતવાર નોટિફિકેશન અવશ્ય ચકાસી લેવું.