જાહેરાત ક્રમાંક: BMC/202627/14
ભાવનગર મહાનગરપાલિકા (BMC) ભરતી ૨૦૨૬
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) - અર્બન મેલેરિયા
૧. શૈક્ષણિક લાયકાત
- સરકાર માન્ય સંસ્થામાંથી M.P.H.W. (એમ.પી.એચ.ડબલ્યુ) અથવા સેનેટરી ઈન્સ્પેક્ટર (S.I.) નો ડિપ્લોમા કોર્સ.
- કોમ્પ્યુટર અંગેનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ (અથવા ધોરણ-10/12 માં કોમ્પ્યુટર વિષય).
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન.
૨. પગાર ધોરણ
પ્રથમ ૫ વર્ષ માટે પ્રતિ માસ રૂ. ૨૬,૦૦૦/- નિયત થયેલ ફિક્સ પગાર મળશે. ૫ વર્ષની સંતોષકારક સેવા બાદ 7મા પગારપંચ મુજબ પે-મેટ્રિક્સ લેવલ-2 (સ્કેલ 19900-63200) મુજબ નિયમિત નિમણૂંક મળશે.
૩. વયમર્યાદા (Age Limit)
- સામાન્ય ઉમેદવારો: ૧૮ થી ૩૩ વર્ષ (અરજી કરવાની છેલ્લી તારીખના રોજ).
- મહત્તમ વયમર્યાદા: તમામ છૂટછાટ સાથે કોઈ પણ સંજોગોમાં ૪૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
કેટેગરી મુજબ વયમર્યાદામાં છૂટછાટ:
| કેટેગરી / વર્ગ | મળવાપાત્ર છૂટછાટ |
|---|---|
| સામાન્ય મહિલા ઉમેદવારો | ૫ વર્ષ |
| અનામત વર્ગના પુરુષ ઉમેદવારો | ૫ વર્ષ |
| અનામત વર્ગના મહિલા ઉમેદવારો | ૧૦ વર્ષ |
| સામાન્ય વર્ગના દિવ્યાંગ પુરુષ | ૦૫ વર્ષ |
| સામાન્ય / અનામત વર્ગના દિવ્યાંગ મહિલા | ૧૦ થી ૧૫ વર્ષ |
૪. જગ્યાઓની વિગત (Category Wise Vacancies)
| કુલ જગ્યાઓ | બીન અનામત (General) | EWS | S.C. | S.T. | S.E.B.C. (OBC) | |||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|
| સામાન્ય | મહિલા | સામાન્ય | મહિલા | સામાન્ય | મહિલા | સામાન્ય | મહિલા | સામાન્ય | મહિલા | |
| 75 | 31 | 0 | 8 | 0 | 5 | 0 | 11 | 0 | 20 | 0 |
* માજી સૈનિક માટે ૧૦% અને શારીરિક અશક્તતા (દિવ્યાંગ) ઉમેદવારો માટે ૪% જગ્યાઓ અનામત રહેશે.
૫. અરજી ફી
- બિન અનામત (General) વર્ગ: રૂ. ૧૦૦૦/-
- અનામત વર્ગના ઉમેદવારો: રૂ. ૫૦૦/-
૬. મહત્વપૂર્ણ સૂચનાઓ
- ઓનલાઈન અરજી કરવા માટે ojas.gujarat.gov.in વેબસાઈટનો ઉપયોગ કરવો.
- SEBC વર્ગના ઉમેદવારો પાસે નિયત સમયગાળાનું (01/04/2024 કે ત્યાર પછીનું) નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટ હોવું જરૂરી છે.
- ડિગ્રી/ડિપ્લોમા માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી પાસ કરેલ હોવું ફરજિયાત છે.
Disclaimer (ડિસ્ક્લેમર): આ માહિતી માત્ર ઉમેદવારોની જાણકારી અને સરળતા માટે આપવામાં આવી છે. કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા કે ઇન્ટરવ્યુમાં જતા પહેલા ઉમેદવારોએ સત્તાવાર અખબાર/સંસ્થા દ્વારા પ્રસિદ્ધ કરાયેલ મૂળ જાહેરાત ચકાસી લેવાની સલાહ આપવામાં આવે છે.