પ્રસાર ભારતી - આકાશવાણી, અમદાવાદ દ્વારા ગુજરાતના ૬ જિલ્લા માટે અંશકાલીન સંવાદદાતા (PTCs) ની નિમણૂક
પ્રાદેશિક સમાચાર વિભાગ, આકાશવાણી, અમદાવાદ દ્વારા ગુજરાતના નીચે દર્શાવેલ જિલ્લાઓ માટે અંશકાલીન સંવાદદાતા (Part-Time Correspondent – PTC) તરીકે કરાર આધારિત નિમણૂક માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
મહત્વપૂર્ણ જિલ્લાઓ:
➔ વડોદરા, નર્મદા, દાહોદ, નવસારી, પાટણ અને બનાસકાંઠા જિલ્લા માટે નિર્ધારિત સમયમાં ઓફલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. રસ ધરાવતા અને નિર્ધારિત લાયકાત ધરાવતા ઉમેદવારો જે જિલ્લામાં રહેતા હોય તે જિલ્લામાં PTC તરીકેની નિમણૂક માટે અરજી કરી શકે છે.
📅 અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ
20/10/2026
📍 અરજી મોકલવાનું સરનામું
પ્રાદેશિક સમાચાર વિભાગ, આકાશવાણી ભવન, ઇનકમટેક્સ ઓફિસ સામે, નવરંગપુરા, અમદાવાદ, ગુજરાત - 380009.
૧. લાયકાત :
- પત્રકારિતા/માસ મીડિયા વિષયમાં અનુસ્નાતક/ડિપ્લોમા ડિગ્રી અથવા કોઈ પણ વિષય સાથે સ્નાતક અને ઓછામાં ઓછા બે વર્ષનો પત્રકારત્વનો અનુભવ હોવો જરૂરી છે.
- ઉંમર મર્યાદા : ૨૪ થી ૫૦ વર્ષ (જાહેરાતની છેલ્લી તારીખના રોજ).
- ઉમેદવાર જે જિલ્લા માટે PTC તરીકે નિમણૂક મેળવવા ઇચ્છે છે તે જિલ્લાના જિલ્લા મથક ખાતે અથવા જિલ્લા મથકની હદથી ૧૦ કિમીની ત્રિજ્યામાં રહેતો હોવો જોઈએ.
- કોમ્પ્યુટર તથા વર્ડ પ્રોસેસિંગનું જ્ઞાન હોવું જરૂરી છે.
- ઉમેદવાર પાસે સમાચાર સંકલન માટે જરૂરી ઉપકરણો/સાધનો ધરાવતા હોવા જોઈએ.
૨. ઇચ્છનીય લાયકાત :
- ઇલેક્ટ્રોનિક મીડિયા/ટેલિવિઝન/રેડિયો માટે સમાચાર કવરેજ અને રિપોર્ટિંગનો અનુભવ.
- સ્થાનિક તથા પ્રાદેશિક સમાચારના રિપોર્ટિંગ અને કવરેજનો અનુભવ.
- ગુજરાતી ભાષા પર પ્રભુત્વ.
૩. પસંદગી અને અરજી કરવાની પ્રક્રિયા :
પસંદગી પ્રક્રિયા: ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. જેમાં શૈક્ષણિક લાયકાત, વ્યવસાયિક અનુભવ, વર્તમાન બાબતો અને પત્રકારત્વની યોગ્યતાનું મૂલ્યાંકન થશે.
અરજી મોકલવાની રીત: નિર્ધારિત અરજી ફોર્મ સંપૂર્ણ રીતે ભરીને તેની સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટો, શૈક્ષણિક પ્રમાણપત્રો, અનુભવ, જન્મતારીખ તથા રહેઠાણના પુરાવાની સ્વ-પ્રમાણિત નકલો જોડવાની રહેશે.
✉️ કવર પર લખવાનું રહેશે: “________ જિલ્લા માટે અંશકાલીન સંવાદદાતા (PTC) તરીકે નિમણૂક માટે અરજી”
🔗 મહત્વપૂર્ણ લિંક્સ (Official Links)
વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટ: www.newsonair.gov.in ની મુલાકાત લો.
