મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા આજથી તમામ NEP યુ.જી. સેમેસ્ટર-1 (રેગ્યુલર અને રિપીટર) ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા ફોર્મ ભરવાનું શરુ

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી
"
તા. 11 ઓક્ટો. સુધી ઓનલાઈન ફોર્મ ભરાશે
1 ઓક્ટો.થી UG સેમ-1ની પરીક્ષાના ફોર્મ ભરી શકાશે
■ MKB યુનિ. દ્વારા રેગ્યુલર અને રિપીટર પરીક્ષાનો 28 ઓક્ટોબરથી આરંભ થશે
ભાવનગર | 30 સપ્ટેમ્બર

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા સપ્ટેમ્બર-ઓક્ટોબર-નવેમ્બર 2026ની પરીક્ષાઓને લઈને એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા તમામ NEP યુ.જી. સેમેસ્ટર-1 (રેગ્યુલર અને રિપીટર) ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા ફોર્મ ભરવાનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. જાહેર કરાયેલી વિગતો અનુસાર, લાયક વિદ્યાર્થીઓ આગામી તા. 1 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધીમાં ઓનલાઈન પરીક્ષા ફોર્મ ભરી શકશે.

આ ફોર્મને વેલીડ કે ઇનવેલીડ કરવાની પ્રક્રિયા તારીખ 12 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. જે વિદ્યાર્થીઓ નિયત સમયમર્યાદામાં ફોર્મ નહીં ભરી શકે, તેઓ લેઈટ ફી (મોડી ફી) સાથે તારીખ 13 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે, અને આવા ફોર્મની ચકાસણી તારીખ 19 ઓક્ટોબર સુધીમાં કરવાની રહેશે.

યુનિવર્સિટીના કુલસચિવ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી મુજબ, તમામ NEP યુ.જી. સેમેસ્ટર-1 (રેગ્યુલર/રીપીટર) ની પરીક્ષાઓ તારીખ 28 ઓક્ટોબરથી શરૂ થશે.

આ ઉપરાંત, LL.B. સેમેસ્ટર-3, LL.M. સેમેસ્ટर-3, B.Ed. સેમેસ્ટર-3 તેમજ B.Ed. (HI) સેમેસ્ટર-3ની રેગ્યુલર અને રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પણ તારીખ 28 ઓક્ટોબરથી જ શરૂ થવાની છે. યુનિવર્સિટી તંત્ર દ્વારા સંબંધિત તમામ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને આ સમયપત્રકની નોંધ લેવા અને સમયસર પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ કર્યો છે.